Skip to main content

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શ...

Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ.

        


Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ.

નવસારી જિલ્લાની શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪ના જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્ર દ્વારા બાળકો ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર બને તથા વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા ' VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે શેઠ એચ.સી.પારેખ નવસારી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ માનવ આકૃતિ તૈયાર કરી જનજાગૃતિ થકી મતદાન અંગે લોકજાગૃતિનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.


Comments

Popular posts from this blog

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

     Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

 Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ શિક્ષકદિન વિશેષ- તાપી જિલ્લો શિક્ષકો-ગુરુઓને લાખ લાખ વંદન કરે છે. કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ - શિક્ષકો આપણા આદર્શ સમાજના વાસ્તવિક શિલ્પકાર છે• -:જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહભાઈ વસાવા -શિક્ષક દિન નિમિત્તે  જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરતા અતિથિ વિશેષ -કલમ, પુસ્તક અને શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે -શિક્ષક બાળકમાં શિસ્ત, ક્ષમા અને કરૂણાનું સિંચન કરે છે *માહિતી બ્યુરો,તાપી તા.૦૫* શિક્ષકો અને ગુરૂઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ અશક્ય છે. શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે ૫ સપટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો.  જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો...

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

                        Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ. તારીખ:૧૪-૦૪-૨ ૦૨૪નાં દિને બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ હતી. જેમાં નવસારી જિલ્લાનાં કલેકટરશ્રી (IAS) Ms.kshipra agre મેડમ સહિત સ્ટાફ મેમ્બરની ઉપસ્થિતિ રહી હતી. તેમણે ડૉ. બાબા સાહેબ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ` આજરોજ બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે સમરસતા દિનની ઉજવણી કરવામાં આવી. #SamrastaDin   @InfoNavsariGoG   pic.twitter.com/2y8mEQA3PE — Collector & DM Navsari (@CollectorNav)  April 14, 2024