Skip to main content

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જેનું બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવ

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત

 ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શકશો જેનું બાળકોને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ખેરગામના પત્રકાર (રિપોર્ટર)દિપકભાઈ પટેલ દ્વારા પત્રકારનું શું કામ હોય છે. ક્યાંથી સમાચાર મળે છે લોકોની સમસ્યા માટે શું કરવું પડતું હોય છે સરકાર સુધી અવાજ કેવી રીતના પહોંચે છે જેની પૂરેપૂરી માહિતી આપી હતી,

પત્રકારો અનેક પ્રકારના પડકારોનો સામનો કરે છે, જેમાં મુખ્ય રીતે નીચેના મુદ્દા આવરી લેવાય છે:

1. સત્ય અને નિષ્પક્ષતા: પત્રકારોને સત્ય વિગતો મેળવવી અને પ્રસ્તુત કરવી પડે છે, પરંતુ ઘણીવાર વિવિધ તાકાતો, રાજકીય દબાણ, અથવા વ્યાપારી હિતો તેમના કામમાં આડાઘોળ લાવી શકે છે.

2. માહિતી સુધી પહોંચવા કઠિનાઈઓ: સત્તાવાળાઓ અથવા સંસ્થાઓ પાસેથી સંપૂર્ણ અને સાચી માહિતી મેળવવી એ પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને જ્યારે સંજોગો સંવેદનશીલ હોય.

3. સામાજિક અને રાજકીય દબાણ: કેટલાક પત્રકારોને તેમની કામગીરી દરમિયાન રાજ્ય, સંસ્થા, કે વ્યકિતગત દબાણનો સામનો કરવો પડે છે, જે તેમના કામમાં અડચણો ઊભી કરી શકે છે.

4. સાવધાની: કોઈ આકસ્મિક ઘટનાઓને આવરી લેતી વખતે (ઉદાહરણ તરીકે, કુદરતી આફતો, વિસ્ફોટ, જંગ અને પ્રદર્શન), તેઓના જીવન માટે પણ જોખમ ઊભું થઈ શકે છે.

5. આધુનિક ટેક્નોલોજી અને સોશ્યલ મીડિયા: ટેક્નોલોજીના ઝડપથી વિકસતા માધ્યમોને કારણે પત્રકારો પાસે સચોટ અને ઝડપી રિપોર્ટિંગ કરવાની માગ વધી છે. જોકે, આ સાથે નિષ્ઠાવાન માહિતી અને ગેરમાર્ગે દોરી શકાય તેવી માહિતી વચ્ચે તફાવત કરવો પડકારરૂપ છે.

6. માનસિક દબાણ અને વ્યવસાયિક અસુરક્ષા: સતત રિપોર્ટિંગ અને વ્યસ્ત સમયપત્રક માનસિક દબાણ અને વ્યાવસાયિક અસુરક્ષાને જન્મ આપી શકે છે.

આ પડકારો છતાં, પત્રકારો પોતાનું કામ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કરવા માટે પ્રયત્નશીલ રહે છે. તેની સમજ આપવામાં આવી હતી.

પત્રકારોએ કેવી સમસ્યાઓને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ?

1. શિક્ષણ અને આરોગ્ય: સામાન્ય લોકોના શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ, અને તેમાં થયેલા સુધારા કે ખામીઓ.

2. આર્થિક સમસ્યાઓ: બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને વેપારી મુશ્કેલીઓ.

3. પર્યાવરણ અને કુદરતી સંસાધનો: વાતાવરણ પ્રદૂષણ, પાણીની સમસ્યા, જંગલોનો નાશ, અને ટેકસાલિટીને લગતા પ્રશ્નો.

4. માનવ અધિકાર અને ન્યાય: સમાનતા, ભેદભાવ, અન્યાય, અને બિનસમાનતા સામે લડવાના મુદ્દાઓ.

5. ભ્રષ્ટાચાર અને ગેરવ્યવહાર: શાસનતંત્રમાં થયેલા ભ્રષ્ટાચાર, અને તેનું સામાજિક અને આર્થિક અસર.

6. સુરક્ષા અને કાયદો વ્યવસ્થા: મહિલાઓ, બાળકો, અને નબળા વર્ગો સાથે થતી હિંસા અને અન્યાયની ઘટનાઓ.

પત્રકારોએ આ પ્રશ્નોને ધ્યાને રાખી માહિતી આપવી જોઈએ અને ઉકેલ માટે સરકાર અને નાગરિકોની જવાબદારી પર પ્રકાશ પાડવો જોઈએની વાત કહી હતી.

આ ઉપરાંત  શાળામાંથી બાળકોને બહાર લઈ જઈ બહારની જે પ્રવૃત્તિઓ હોય તેની મુલાકાત કરાવી હતી જેમાં  વાડી ખેતરની તથા ખેડૂત  દરજી ઉદ્યોગ સ્પીકરની કંપની એમાં છોકરાઓ કે રૂબરૂ મુલાકાત કરી અને કઈ રીતે કામ  કરી શકાય જેની  પૂછપરછ  મુલાકાત દરમિયાન કરી હતી.

 આ 5 દિવસ બેગલેસ ડે' માં બાળકો નાના. મોટા વ્યવસાય પ્રત્યે માન- લાગણી તેમજ તેમાં થતી મહેનતની  કદર કરતા શીખ્યા    તેમના આત્મવિશ્વાસ અવલોકન શક્તિ વ્યવસાય પ્રત્યે ઈમાનદારી સમયની કિંમત  સમજ મેળવી જોખમ કઈ રીતે ઉઠાવવો વગેરે નો વિકાસ થયો હતો અને સમજ મેળવી હતી

Comments

Popular posts from this blog

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

         Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી.                   બી.આર.સી કો . શ્રી અશ્વિનભાઈ ઉપલબ્ધ    પાણી

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

                                           Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

                        Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ. તારીખ:૧૪-૦૪-૨ ૦૨૪નાં દિને બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ હતી. જેમાં નવસારી જિલ્લાનાં કલેકટરશ્રી (IAS) Ms.kshipra agre મેડમ સહિત સ્ટાફ મેમ્બરની ઉપસ્થિતિ રહી હતી. તેમણે ડૉ. બાબા સાહેબ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ` આજરોજ બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે સમરસતા દિનની ઉજવણી કરવામાં આવી. #SamrastaDin   @InfoNavsariGoG   pic.twitter.com/2y8mEQA3PE — Collector & DM Navsari (@CollectorNav)  April 14, 2024