Skip to main content

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શ...

Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

 Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

શિક્ષકદિન વિશેષ- તાપી જિલ્લો શિક્ષકો-ગુરુઓને લાખ લાખ વંદન કરે છે.

કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

- શિક્ષકો આપણા આદર્શ સમાજના વાસ્તવિક શિલ્પકાર છે• -:જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહભાઈ વસાવા

-શિક્ષક દિન નિમિત્તે  જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરતા અતિથિ વિશેષ

-કલમ, પુસ્તક અને શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે

-શિક્ષક બાળકમાં શિસ્ત, ક્ષમા અને કરૂણાનું સિંચન કરે છે

*માહિતી બ્યુરો,તાપી તા.૦૫* શિક્ષકો અને ગુરૂઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ અશક્ય છે. શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે ૫ સપટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો.  જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને અને વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધી હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માતા-પિતા બાળકનું શારીરિક વિકાસ કરે છે, જ્યારે શિક્ષકો બાળકના માનસિક વિકાસનું ઘડતર કરીને બાળકના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીને વધુને વધુ શ્રેષ્ઠ અને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ હોય છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વસાવાએ જણાવ્યું કે, એક કલમ, એક પુસ્તક અને એક શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે. શિક્ષક બાળકમાં શિસ્ત, ક્ષમા અને કરૂણાનું સિંચન કરીને આદર્શ સમાજનો એક જવાબદાર નાગરિક બનાવે છે.

તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વસાવાએ આ પ્રસંગે સર્વ શિક્ષકમિત્રોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના જીવનમાં માતા-પિતાની સાથે શિક્ષકની ભૂમિકા ખુબ મહત્વની છે જે બાળકોના ઉજ્જવળ ભાવિને સુનિશ્ચિત કરવાનું કાર્ય કરે છે. આદિજાતિ બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સહિત તાપી જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષણ વિભાગ હરહંમેશ પ્રયત્નશીલ રહ્યું છે. 

બાળકોને પોતાના ઉચ્ચ અભ્યાસ કરવાના સ્વપ્ન પૂર્ણ કરવા માટે એક ઉંચુ આકાશ આપવાની નેમ સાથે તાપી જિલ્લો આગળ વધી રહ્યો છે, જેમાં શિક્ષકોની ભૂમિકા પ્રસંશનીય છે.


બાળકોમાં પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે નીડરતા, નિર્ણય શક્તિ અને વ્યક્તિત્વ વિકાસની સાથે આદર્શ ગુણો અને સંસ્કારોનું સિંચન કરતા શિક્ષકો આપણા સમાજના વાસ્તવિક શિલ્પકાર છે. કહેવાય છે ને, શિક્ષક કભી સાધારણ નહી હોતા હૈ, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે ખેલતે હૈ. આ પ્રસંગે કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું આદરભાવ સાથે સન્માનિત કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હરહંમેશ પ્રયત્નશીલ રહેવા અંગે પણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ અનુરોધ કર્યો હતો. 

 આ પ્રસંગે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાએ ઉપસ્થિત સૌ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો,બાળકો અને તમામ શિક્ષકગણને શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છાઓ પઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધવા માટે અભિનંદન પાઠવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સ્નમાનમાં કરવામાં આવતી શિક્ષક દિનની ઉજવણી શિક્ષકોના સન્માન માટેનો આદર્શ દિવસ છે. બાળકોની સાથે સમાજના ભવિષ્યનું ઘડતર શિક્ષક-ગુરુઓના હાથમાં છે. બાળકોમાં શિક્ષણ, સંસ્કાર, માર્ગદર્શન આપીને સફળતાની સાચી રાહ ચિંધવા માટે એક આદર્શ શિક્ષકની ભૂમિકાને પ્રોત્સાહિત કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં શિક્ષણના પાયાને મજબૂત કરવા માટે સરાહનીય કામગીરી કરી છે.
આજ રોજ યોજાયેલા શિક્ષણ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને રૂ. 15 હજારનો ચેક, શાલ અને પ્રશસ્તિ પત્ર આપી પુરસ્કૃત કરાયા હતા.ગુજરાત સરકારશ્રી દ્વારા લેવાતી જ્ઞાન સાધના અને સીઈટી પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા. 
આજના શિક્ષકદિન નિમિત્તે જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક તરીકે ૪ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમાતુષાર.જે.ભટ્ટ પ્રાથમિક શાળા ઘોડા તા.સોનગઢ, ચૌધરી મયંકકુમાર સરકારી માધ્યમિક શાળા ચકવાણ તા.વ્યારા,ચૌધરી સંગીતાબેન ગોવિંદભાઇ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા લખાલી, તથા ચૌધરી રાકેશભાઇ પરેશભાઇ જેઓને સી.આર.સી તરીકે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરી રૂ. 15 હજારનો ચેક, શાલ અને પ્રશસ્તિ પત્ર આપી પુરસ્કૃત કરાયા હતા.

શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી ધારા પટેલે સ્વાગત પ્રવચન તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડો.વર્ષાબેન આભારવિધી કરી હતી. 

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના શ્રી ગોવિંદભાઇ ગાંગોડા,કે.કે.કદમ કન્યા શાળાના આચાર્યશ્રી અપેક્ષાબેન,શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારીઓ,શિક્ષણ સંઘ અને આચાર્ય સંઘના પ્રમુખશ્રીઓ અને અન્ય શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

*શિક્ષકદિન વિશેષ- તાપી જિલ્લો શિક્ષકો-ગુરુઓને લાખ લાખ વંદન કરે છે* - *કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની...

Posted by Info Tapi GoG on Thursday, September 5, 2024

Comments

Popular posts from this blog

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

                        Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ. તારીખ:૧૪-૦૪-૨ ૦૨૪નાં દિને બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ હતી. જેમાં નવસારી જિલ્લાનાં કલેકટરશ્રી (IAS) Ms.kshipra agre મેડમ સહિત સ્ટાફ મેમ્બરની ઉપસ્થિતિ રહી હતી. તેમણે ડૉ. બાબા સાહેબ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ` આજરોજ બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે સમરસતા દિનની ઉજવણી કરવામાં આવી. #SamrastaDin   @InfoNavsariGoG   pic.twitter.com/2y8mEQA3PE — Collector & DM Navsari (@CollectorNav)  April 14, 2024

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

  નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ: નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અંગે તથા...