Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે 5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ તથા શિક્ષકો ચાંદનીબેન, હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ બાબતની ધ્યાન રાખવું જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શ...
Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.
Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ. તારીખ 6/6/2024 થી 7/6/2024 દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB સ્કૂલ ચીખલી ખાતે યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે. શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશ...
Comments
Post a Comment