Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

 ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

તારીખ:૦૬-૦૭-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રથમ ધોરણ ૮નાં પાંચ ઉમેદવારોએ મહામંત્રીની ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા. જેમાં પાંચે ઉમેદવારો માટે ટેકેદારોએ પણ ફોર્મ ભરી ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયામાં અનુસરવાની તમામ બાબતો અહીં અમલ કરવામાં આવ્યો હતો. પોલિંગ સ્ટાફ, ઇવીએમ મશીન,મતદાર કુટીર, સૂચનો બેનર, એવિલોપ્ય શાહીથી નિશાન કરવું, મતદાર યાદીમાં નિશાન, જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી બાળકોને આખી ચૂંટણી પ્રક્રિયાથી માહીતગાર થાય. મતદાન સ્ટાફ તરીકે ધોરણ 6થી8નાં વર્ગશિક્ષકો શીતલબેન પટેલ, વૈશાલીબેન પટેલ અને પ્રિયંકા દેસાઈએ ભાગ ભજવ્યો હતો.

મતદાન પૂર્ણ થયા બાદ મતદાન કલોઝ કરી પરિણામ મોબાઈલ ઇવીએમ મશીન પર ઉમેદવારોને બતાવી દરેકને કેટલા મત મળ્યા તે બતાવવામાં આવ્યું હતું. જેમાં શાળાની દિકરી પરી પટેલને 18 મત મળતાં તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.









Comments

Popular posts from this blog

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

         Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી.                   બી.આર.સી કો . શ્રી અશ્વિનભાઈ ઉપલબ્ધ    પાણી

શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ : ડૉ.વર્ષાબહેન પટેલ.

   દીકરા કાવ્ય સાથે ડૉ. વર્ષાબેન પટેલ દક્ષિણ ગુજરાતમાં ધરમપુર એટલે આદિવાસી વિસ્તાર. વર્ષોથી વિકાસ, પ્રગતિ, ઉત્કર્ષની પ્રતિક્ષા કરતો પંથક. પ્રકૃતિ મન મૂકીને અહીં વરસી છે. લીલોતરીને હરિયાળી જોઈને આંખો જ નહીં, હૈયું પણ કરે. જોકે અહીં રહેલાં ભલ-ભોળાં સ્ત્રી-પુરુષોની સ્થિતિ ચિંતા ને ચિંતન કરાવે. નિયતિ કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાનું મન થાય કે તું ગરીબો સાથે કેમ ક્રૂરતાથી વર્તે છે? આવી વિકટ, પડકારોથી ભરેલી સ્થિતિમાંથ કેટલીક આદિવાસી યુવતીઓ પોતાના જીવનની એવી સરસ ગૂંથણી કરે કે સલામ મારવાનું મન થાય. એવાં જ છે એક વર્ષાબહેન પટેલ. વર્ષાબહેન પટેલ શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ, ધરમપુરના માલનપાડાની મોડેલ સ્કૂલમાં તેઓ આચાર્યા તરીકે ફરજ બજાવે છે. તેમનું જીવન જેટલું પ્રેરક છે, તેટલું જ રસપ્રદ છે. આદિવાસી સમાજની એક છોકરી ભણવામાં તેજસ્વી અને ગંભીર હોય તો કેવું સુંદર પરિણામ લાવે તે તેમના જીવન અને કવનમાંથી જોવા મળે. તેમનું વતન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું ભીનાર નામનું નાનકડું ગામ. માતા લલિતાબહેન અને પિતા બાલુભાઈ. પિતાને સાઇકલનું સમારકામ કરવાની દુકાન. સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતો પરિવાર. માતા ગ

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

                                           Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક