Skip to main content

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શ...

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

  Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો.

જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દેદારો, રક્તદાન કેન્દ્રના અઘિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 














Comments

Popular posts from this blog

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

         Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશ...

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

                                           Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વાર...

માંડવી : માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકાનો વય નિવૃત્તિ કાર્યક્રમ

 માંડવી : માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકાનો વય નિવૃત્તિ કાર્યક્રમ Post credit: દિવ્ય ભાસ્કર ન્યૂઝ   માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બબિતાબેન ગુમાન ભાઈ ચૌધરી મૂળ વતન વદેશિયાના જ રહેવાસી ગામની શિક્ષણની સેવા આપી તેમનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો, એસ એમ સી સભ્યો, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ તાલુકાના  શિક્ષકો, શિક્ષક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વદેશિયા ગામમાં આવેલી લાઈબ્રેરીને પુસ્તકો તેમજ કબાટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા તેમજ શાળાની અદ્યતન સુવિધા માટે ટીવી ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્મૃતિ સ્વરૂપે અરવિંદભાઈ ચૌધરી લેખિત ચૌધરી સમાજનું પુસ્તક પણ ભેટ સ્વરૂપે આપ્યું હતું નિવૃત્તિ બાદ જીવન ખુબ તદુંરસ્ત વિતાવે તેવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી.