Skip to main content

Posts

Showing posts from April, 2024

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

     Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

         Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા. વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.

                          ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન. ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુમાં ત્યારે અછૂત ગણાતી મહાર જાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડેના વતની હોવાથી તેમની અટક આંબાવાડેકર હતી, પરંતુ એક શિક્ષકે શાળાના રજિસ્ટરમાં આંબેડકર કરીને પછી એ જ અટક રહી. તેમનો પરિવાર મુંબઈ વસ્યો એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૧૩માં અમેરિકાની કોલમ્બિયા યુનિર્વિસટીમાંથી એમએ અને પીએચડી થયા. અમેરિકાથી પરત ફરીને તેઓ થોડાં વર્ષો ભારતમાં રહ્યા અને ફરીથી વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા અને ૧૯૨૩માં બેરિસ્ટર બન્યા. ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈની લો કોલેજમાં પ્રોફેસર બન્યા. એ દરમિયાન જ તેમણે વર્ષોથી વંચિત રહેલા દલિતોના સન્માન અને અધિકાર માટે આજીવન કામ કર્યું.૧૯૪૭માં ભારતની વચગાળાની સરકારમાં ડો. આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ત્યાર પછી ૨૯ ઓગસ્ટે

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

                        Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ. તારીખ:૧૪-૦૪-૨ ૦૨૪નાં દિને બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ હતી. જેમાં નવસારી જિલ્લાનાં કલેકટરશ્રી (IAS) Ms.kshipra agre મેડમ સહિત સ્ટાફ મેમ્બરની ઉપસ્થિતિ રહી હતી. તેમણે ડૉ. બાબા સાહેબ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ` આજરોજ બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે સમરસતા દિનની ઉજવણી કરવામાં આવી. #SamrastaDin   @InfoNavsariGoG   pic.twitter.com/2y8mEQA3PE — Collector & DM Navsari (@CollectorNav)  April 14, 2024

Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.

                Vansda news : વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર.  (અ.જ.જા) લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ 177 વાંસદા (અ.જ.જા)ના વાંસદા તાલુકાના મનપુર ગામે વડલી ફળિયા ખાતે કઠપુતળી કાર્યક્રમ દ્વારા તથા વાંસદા તાલુકાના ગાંધી મેદાન સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળા પાસેથી તાલુકા સેવા સદન કચેરી સુધીના રોડ પર ઘેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું.  વાંસદામાં કઠપુતળી અને ઘેરીયા નૃત્યના કાર્યક્રમો થકી આદિમજુથના પરિવારોને મતદાન માટે જાગૃત કરતું જિલ્લા ચૂંટણી તંત્ર  @InfoNavsariGoG   @CollectorNav   #Elections2024   #AIRPics  : અશોક પટેલ  pic.twitter.com/F6GHnja9ne — AIR News Gujarat (@airnews_abad)  April 12, 2024

Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ.

               Vansda news : વાંસદાનાં મનપુર ગામે sveep અંતર્ગત કઠપૂતળી દ્વારા સ્થાનિક ભાષામાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવાઈ. આગામી લો.સા. ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. આગામી લો.સા. ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મોજે.મનપુર તા.વાંસદા ખાતે આદિમ જૂથના લોકોને સ્થાનિક ભાષામાં કઠપૂતળી દ્વારા આગામી તા.07/05/2024ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે અપીલ તેમજ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. #Election2024   #ElectionAwareness   #VotingRights   pic.twitter.com/LWXu7X7msX — Collector & DM Navsari (@CollectorNav)  April 11, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                                                      Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે પણ બાળકોના ઉજ્જવળ કારકિર્દી

Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                     Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                     Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તે

Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ.

         Navsari news : નવસારી શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરાઈ. નવસારી જિલ્લાની શેઠ એચ.સી.પારેખ હાઈસ્કૂલ શાળામાં આવનારી લોકસભા ચૂંટણી ૨૦૨૪ના જનજાગૃતિના ભાગરૂપે શાળાના આચાર્ય અને શિક્ષક મિત્ર દ્વારા બાળકો ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતગાર બને તથા વિદ્યાર્થીઓના વાલીઓમાં મતદાન અંગે જનજાગૃતિ આવે તે અર્થે વિવિધ મતદાન જાગૃતિ અંગેની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા ' VOTE 2024 ' શબ્દની વિશાળ માનવ આકૃતિ તૈયાર કરવામાં આવી હતી. જેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે શેઠ એચ.સી.પારેખ નવસારી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ માનવ આકૃતિ તૈયાર કરી જનજાગૃતિ થકી મતદાન અંગે લોકજાગૃતિનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું.

શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ : ડૉ.વર્ષાબહેન પટેલ.

   દીકરા કાવ્ય સાથે ડૉ. વર્ષાબેન પટેલ દક્ષિણ ગુજરાતમાં ધરમપુર એટલે આદિવાસી વિસ્તાર. વર્ષોથી વિકાસ, પ્રગતિ, ઉત્કર્ષની પ્રતિક્ષા કરતો પંથક. પ્રકૃતિ મન મૂકીને અહીં વરસી છે. લીલોતરીને હરિયાળી જોઈને આંખો જ નહીં, હૈયું પણ કરે. જોકે અહીં રહેલાં ભલ-ભોળાં સ્ત્રી-પુરુષોની સ્થિતિ ચિંતા ને ચિંતન કરાવે. નિયતિ કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાનું મન થાય કે તું ગરીબો સાથે કેમ ક્રૂરતાથી વર્તે છે? આવી વિકટ, પડકારોથી ભરેલી સ્થિતિમાંથ કેટલીક આદિવાસી યુવતીઓ પોતાના જીવનની એવી સરસ ગૂંથણી કરે કે સલામ મારવાનું મન થાય. એવાં જ છે એક વર્ષાબહેન પટેલ. વર્ષાબહેન પટેલ શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ, ધરમપુરના માલનપાડાની મોડેલ સ્કૂલમાં તેઓ આચાર્યા તરીકે ફરજ બજાવે છે. તેમનું જીવન જેટલું પ્રેરક છે, તેટલું જ રસપ્રદ છે. આદિવાસી સમાજની એક છોકરી ભણવામાં તેજસ્વી અને ગંભીર હોય તો કેવું સુંદર પરિણામ લાવે તે તેમના જીવન અને કવનમાંથી જોવા મળે. તેમનું વતન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું ભીનાર નામનું નાનકડું ગામ. માતા લલિતાબહેન અને પિતા બાલુભાઈ. પિતાને સાઇકલનું સમારકામ કરવાની દુકાન. સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતો પરિવાર. માતા ગ