Skip to main content

Posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

છોટાઉદેપુર:વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી

  છોટાઉદેપુર:વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં માંગ વધતા ખેડૂતનું ઉત્સાહવર્ધન બોડેલી તાલુકાના વાલપરી ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા જીતેન્દ્રભાઈ રાઠવાએ પોતાના પાંચ વિઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરીને અન્ય ખેડૂતો માટે પ્રેરક બન્યાં છે. તેઓએ સિંદુરી દાડમના ટીસ્યુ કલ્ચરના ૧૦૦૦ પ્લાન્ટ લગાવ્યા છે. જેમાં તેઓએ છોડના મૂળમાં ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા જીવામૃત, રક્ષામૃત નિયમિત આપી પ્રાકૃતિક રીતે ઉછેર કરી રહ્યાં છે. વાલપરી ગામના શિક્ષક જીતેન્દ્રભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવી --- પ્રાકૃતિક રીતે ઉત્પાદિત સ્વાદે મીઠા દાડમની બજારમાં... Posted by  Info Chhotaudepur GoG  on  Friday, July 12, 2024

ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો.

ગણદેવી : અમલસાડની સરી કન્યા શાળા -૧માં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો. શાળા આરોગ્ય તપાસણી 2024-25  અમલસાડ સરી કન્યા શાળા -૧માં   બાળકોના તમામ પ્રકારની આરોગ્યને લગતી તપાસ ડો.જયદીપ સર અને હેલ્થ વર્કર બહેનો દ્વારા સતત બે દિવસ કરવામાં આવી હતી જેમાં જરુરી મેડિકલ સહાય માટે વાલીઓ સાથે ચર્ચા કરી અને આરોગ્યને લગતી સવલતો, સગવડો માટે પણ જાણકારી આપવામાં આવી હતી.

ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો.

ચીખલી (વંકાલ) : ઘેકટી પ્રા. શાળામાં વય મર્યાદાથી નિવૃત આચાર્યનો વિદાય સન્માન સમારોહ યોજાયો. વંકાલ ગામના મોખા ફળીયાના રમેશભાઈ પટેલ કે જેઓ ચેપાના હુલામણા નામથી ઓળખાય છે. તેઓએ શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત ધોલાઈથી કર્યા બાદ 2000ના વર્ષમાં ધેકટી બદલી થતા 37 વર્ષની લાંબી ફરજ બાદ સેવા નિવૃત થતા તેમનો વિદાય સન્માન સમારોહ જીતુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંઘના પ્રમુખ દિલીપભાઈ ટીપીઈઓ વિજયભાઈ તાલુકા સંઘના પ્રમુખ હિતેશભાઈ સરપંચ સુનિલભાઈ પૂર્વ સરપંચ અમ્રતભાઈ, મુકેશભાઈ, ઝવેરભાઈ પ 'પૂર્વ ડેપ્યુટી સરપંચ પ્રેગ્નેશ એસએમસી અધ્યક્ષ નવનીતભાઈ સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ મણીભાઈએ જણાવ્યું હતું કે, રમેશભાઈ શાળામાં બાળકોના શિક્ષણ પ્રયત્ન શીલ રહે શિક્ષકોના સંગઠનને પણ મજબૂત કરવા અગ્રેસર રહ્યા છે. ધીરૂભાઈ સહિતના મહાનુભવોએ રમેશભાઈનું સન્માન કરી તેમના તંદુરસ્તી મય દીર્ઘાયુ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી.  પોતાના પ્રતિભાવમાં રમેશભાઈએ જણાવ્યું હતું કે, ધેકટી પ્રાથમિક શાળામાં ચોવીસ વર્ષની ફરજ દરમ્યાન ગામ લોકોનો ખૂબ સહકાર મળ્યો છે. ગામના અગ

ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ.

 ખેરગામ: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ. તારીખ:૦૬-૦૭-૨૦૨૪નાં દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રથમ ધોરણ ૮નાં પાંચ ઉમેદવારોએ મહામંત્રીની ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા. જેમાં પાંચે ઉમેદવારો માટે ટેકેદારોએ પણ ફોર્મ ભરી ટેકો જાહેર કર્યો હતો. ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયામાં અનુસરવાની તમામ બાબતો અહીં અમલ કરવામાં આવ્યો હતો. પોલિંગ સ્ટાફ, ઇવીએમ મશીન,મતદાર કુટીર, સૂચનો બેનર, એવિલોપ્ય શાહીથી નિશાન કરવું, મતદાર યાદીમાં નિશાન, જેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેથી બાળકોને આખી ચૂંટણી પ્રક્રિયાથી માહીતગાર થાય. મતદાન સ્ટાફ તરીકે ધોરણ 6થી8નાં વર્ગશિક્ષકો શીતલબેન પટેલ, વૈશાલીબેન પટેલ અને પ્રિયંકા દેસાઈએ ભાગ ભજવ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ મતદાન કલોઝ કરી પરિણામ મોબાઈલ ઇવીએમ મશીન પર ઉમેદવારોને બતાવી દરેકને કેટલા મત મળ્યા તે બતાવવામાં આવ્યું હતું. જેમાં શાળાની દિકરી પરી પટેલને 18 મત મળતાં તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

Dharampur:ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Dharampur:ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી સરસ્વતીબેન ગુલાબસિંહ પઢિયાર, તેમના કાર્યકાળની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી નિવૃત્ત થતા, નિવૃત્તિ સન્માન સમારોહમાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહી નિવૃત્ત જીવન સ્વસ્થતા તથા સુખથી વ્યતીત કરે તેવી શુભકામનાઓ પાઠવી. ધરમપુર તાલુકાની રાનપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી સરસ્વતીબેન ગુલાબસિંહ પઢિયાર, તેમના કાર્યકાળની ફરજ નિષ્ઠાપૂર્વક... Posted by Mla Arvind Patel on  Saturday, July 6, 2024

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

Vansda: વાંસદા કુમાર શાળાના શિક્ષિકાને નિવૃત્તિ વિદાયમાન અપાયું વિદાય

  Vansda: વાંસદા કુમાર શાળાના શિક્ષિકાને નિવૃત્તિ વિદાયમાન અપાયું વિદાય  વાંસદા કુમાર શાળાના શિક્ષિકા લલીતાબેન એન. આહીરનો વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માજી ટીપીઇઓ હરિસિંહ પરમાર, નિવૃત્ત શિક્ષક ધીરુભાઈ પટેલ, પ્રધ્યુમનસિંહ સોલંકી, પરેશાબેન, શાળાના નિવૃત્ત થયેલ બહેનો, લલિતાબેનના પરિવારજનો, ગ્રામજનો, શાળા સ્ટાફ તથા બાળકો ઉપસ્થિત રહ્યાં હતા. નિવૃત્ત થઈ રહેલા લલિતાબેન શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા સ્મૃતિભેટ આપવામાં આવી હતી. સૌએ લલિતાબેનને તંદુરસ્ત, પ્રવૃત્તિમય,આનંદદાયી જીવન જીવી સમાજ કલ્યાણના કામ કરતા રહે એવી શુભકામના વ્યક્ત કરી હતી.