Skip to main content

Posts

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

                                           Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક

Khergam janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ

Khergam janta madhyamik school: ખેરગામ જનતા હાઈસ્કૂલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 92 ટકા પરીણામ સામાન્ય પ્રવાહનું 92.42 ટકા જેટલું પરીણામ આવ્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 72.91 ટકા પરીણામ આવ્યું હતું.સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમેં યાદવ અમૃતા શુભનાથભાઈ 87.14 ટકા સાથે પ્રથમ રહ્યા હતા.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પટેલ કેનિલ નવીનભાઈ 90.46 ટકા સાથે પ્રથમ આવ્યા હતા.વિજ્ઞાન પ્રવાહમાં કુલ 48 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં 35 વિદ્યાર્થી પાસ અને 13 વિદ્યાર્થી નાપાસ થયા હતા.જ્યારે સામાન્ય પ્રવાહમાં 132 વિદ્યાર્થીમાં 122 પાસ અને 10 વિદ્યાર્થી નાપાસ થયા હતા.ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ,ચેરમેન શશીકાંત પટેલ, આચાર્ય ચેતનભાઈ પટેલ તથા શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવી સારી કારકિર્દી માટે શુભકામના પાઠવી હતી.

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                  Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા તરફથી ધોરણ- ૫નાં બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ગામનાં શિક્ષકપુત્ર તરુણભાઈ રમેશભાઈ પટેલે શાળામાં પ્રોજેક્ટર સ્ટેન્ડ ભેટ આપ્યું હતું. આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વિદાયગીત  રજૂ કરી શાળા અને શિક્ષકો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. શાળાનાં આચ

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

     Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

     Gandevi news : બીલીમોરા વાઘરેચ બુનિયાદી શાળાના શિક્ષિકા કીર્તિ પટેલને ‘ઈન્સ્પાયરીંગ વુમન એવોર્ડ' એનાયત કરાયો.

Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા.

         Vansda news: વાંસદા વડલી ફળિયાના મહેન્દ્ર પટેલ પીએચ.ડી થયા. વાંસદાઃ વાંસદા-વડલી ફળિયાના વતની,વ્યવસાયે શિક્ષક અને લોકસાહિત્યમાં વિશેષ રસરૂચિ ધરાવનાર મહેન્દ્રકુમાર રડકાભાઈ પટેલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની વિનયન શાખા, ગુજરાતી વિષયમાં "કુંકણા લોકવાર્તાઓઃ સંપાદન અને અભ્યાસ" શીર્ષક હેઠળ प्रस्तुत કરેલ મહાશોધ નિબંધને યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડીની પદવી એનાયત કરી હતી. મહેન્દ્ર પટેલે આ શોધ ગ્રંથ Smt. R.P. Chauhan Arts & Smt J.K. Shah & Shree K.D. Shah Commerce College વ્યારા-તાપીના એસોસિએટ પ્રોફેસર ડો.મેરૂ વાઢેળના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યો હતો. આ અવસરે તેમના ગુરુજનો, માતા-પિતા, કુટુંબ-પરિવાર અને સ્નેહીમિત્રોએ હર્ષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.

                          ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન. ડો. ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુમાં ત્યારે અછૂત ગણાતી મહાર જાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવાડેના વતની હોવાથી તેમની અટક આંબાવાડેકર હતી, પરંતુ એક શિક્ષકે શાળાના રજિસ્ટરમાં આંબેડકર કરીને પછી એ જ અટક રહી. તેમનો પરિવાર મુંબઈ વસ્યો એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. ૧૯૧૩માં અમેરિકાની કોલમ્બિયા યુનિર્વિસટીમાંથી એમએ અને પીએચડી થયા. અમેરિકાથી પરત ફરીને તેઓ થોડાં વર્ષો ભારતમાં રહ્યા અને ફરીથી વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા અને ૧૯૨૩માં બેરિસ્ટર બન્યા. ઈંગ્લેન્ડથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈની લો કોલેજમાં પ્રોફેસર બન્યા. એ દરમિયાન જ તેમણે વર્ષોથી વંચિત રહેલા દલિતોના સન્માન અને અધિકાર માટે આજીવન કામ કર્યું.૧૯૪૭માં ભારતની વચગાળાની સરકારમાં ડો. આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ત્યાર પછી ૨૯ ઓગસ્ટે